સુરતમાં LRD ની પરીક્ષા અપાવવા માટે બહાર થી આવેલા ઉમેદવારો માટે AAP ના કોર્પોરેટરે વિદ્યાર્થીઓને પ્રાથમિક મદદ રૂપ થયાં
લોકરક્ષક દળની પરીક્ષા હોવાને કારણે રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ મહાનગર કે નજીકનાં શહેરમાં આવેલા પરીક્ષા સેન્ટરે પહોંચવા માટે રાતથી જ આવી ગયા હતા. એવામાં સુરતમાં પણ આવું ચિત્ર જોવા મળ્યું હતું. સુરતમાં 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઈ હતી. જોકે, 11 વાગ્યે પછી એન્ટ્રી આપવામાં ન આવતાં ઉમેદવારો વહેલા પહોંચી ગયા હતા.ખાસ કરીને અન્ય જિલ્લા અને શહેરમાંથી આવતાં વિદ્યાર્થીઓ મોડી રાત્રે જ સુરત પહોંચીં ગયાં હતા.
આવી સ્થિતિએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર નિરાલી પટેલ સહિતના અન્ય નેતાઓએ આવા બહારથી આવતા વિદ્યાર્થીઓની મદદ કરી હતી. પ્રાથમિક તમામ મદદ કરીને ખરા અર્થમાં વિદ્યાર્થીઓને મદદ કરી હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર નિરાલી પટેલ તરફથી ખોડિયારનગર સૌરાષ્ટ્ર વાડીમાં રહેવા સૂવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.મોટી સંખ્યામાં ઉમેદવારો આવી પહોંચતા એમની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ જાય છે. રાત્રે ક્યાં રોકવું એને લઈને મુશ્કેલીઓ પડે છે એટલા માટે રાત્રે તેઓ રોકાઈ શકે એ માટે આ વ્યવસ્થા કરાઈ હતી. એક રાત માટે હોટેલમાં રોકાઈ શકે એવી આર્થિક સ્થિતિ દરેકની હોતી નથી. એવામાં આ પ્રકારની મદદ ખરા અર્થમાં ઉપયોગી પુરવાર થઈ હતી. આમ આદમી પાર્ટી તરફથી જુદા જુદા વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ નજરે પડતા મદદ કરવા માટે તેઓ દોડ્યા હતા. એમનો સામેથી સંપર્ક કરીને વિદ્યાર્થીઓને મદદ કેવી રીતે થઈ શકે તેના માટેનું આયોજન કરી દેવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ખાવા-રહેવાની એવી દરેક પ્રાથમિક સુવિધા સહિત પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવા માટે પણ થઈ શકે તેટલો પ્રયાસ કરવામાં આવ્યો હતો.દર વખતે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ સુરત શહેરમાં આવતાં હોય છે. ત્યારે તેમના માટે ક્યાં રહેવું તે સૌથી મોટી મુશ્કેલી ઊભી થાય છે. જેની વ્યવસ્થા આ વખતે આમ આદમી પાર્ટીએ કરતા કેટલાક વિદ્યાર્થીઓને ટેકો થઈ ગયો હતો. ઘણી વખતે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર જ આખી રાત પસાર કરવી પડતી હોવાના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યાં છે. નિરાલી પટેલે જણાવ્યું કે, આ પ્રકારની સ્થિતિ દર વર્ષે ઊભી થતી હોય છે.અન્ય શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. પરંતુ તેમને આખી રાત પરીક્ષા કેન્દ્રોની બહાર તેમનાં વાલીઓ સાથે બેસી રહેવાની ફરજ પડે છે. અથવા તો ત્યાં જ સુઇ જતા હોય છે. વિદ્યાર્થીઓ આવી દયનીય સ્થિતિમાં પરીક્ષા આપે તો તેમને માનસિક રીતે પણ ખૂબ અસર થતી હોય છે. મદદ આવા વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. અમારો સામેથી અનેક વિદ્યાર્થીઓએ સંપર્ક કર્યો છે. તો કેટલાક વિદ્યાર્થીઓને અમે પોતે સંપર્ક કરીને આ વ્યવસ્થા અંગે માહિતી આપી છે. સરકારે આવાં વિદ્યાર્થીઓ માટે ચોક્કસથી વ્યવસ્થાં ઉભી કરવી જોઈએ. જેથી કરીને તેમણે પરીક્ષા કેન્દ્રોની બહાર સૂવું ન પડે.