સુરતનાં જ્વેલર્સે બોલીવુડ નાં ગોલ્ડન કપલ રણબીર કપૂર અને આલિયાને ગોલ્ડન ફોઈલ રોઝનો બુકે મોકલ્યો
બોલિવૂડ માં ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ની મેરેજ સેરેમની શરૂ થઈ ગઈ છે, ત્યારે તેમના ચાહકો તેમને પોતાની રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ગિફ્ટમાં મોકલી રહ્યાં છે. સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ સુરતનાં એક જવેલર્સ દ્વારા ગોલ્ડન ફોઈલ રોઝનો એક મોટો બુકે મોકલ્યો છે.અજય દ્વારા સ્પેશિયલ પાંચ ફૂટ મોટો બુકે તૈયાર કરીને મોકલવામાં આવ્યો છે, જેની કિંમત લાખો રૂપિયા છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટના મેરેજને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના એક પરિવારના લોકો આલિયા અને રણબીરના ખૂબ જ જબરજસ્ત ફેન છે તેમણે વિચાર્યું કે આ કપલને આપણા તરફથી કોઈ એવી ભેટ મોકલવામાં આવે કે જીવનભર યાદગાર બની રહે. તે માટે તેમણે સ્પેશ્યિલ ગોલ્ડન ફોઈલ રોઝનો બુકે ગોલ્ડન કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને મોકલ્યો છે. લેબોરેટરીમાં ટેસ્ટ કર્યાનાં સર્ટિફિકેટ સાથે આજે રોઝનો બુકે મોકલવામાં આવ્યો છે.
જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું કે આ પરિવારના બાળકો આ બંને કપલને ખૂબ જ પસંદ કરે છે. તેથી આલિયા અને રણબીરને કંઈક ખાસ આપણા તરફથી ગીફ્ટ મોકલવું જોઈએ. જેથી કરીને અમે એમના માટે અલગ જ પ્રકારના ગોલ્ડન રોઝ બુકે બનાવ્યો છે. જે લગભગ અત્યાર સુધીમાં તો કોઈએ બનાવ્યો નહીં હોય. પરિધિ ચોકસીએ જણાવ્યું કે હું આલિયા અને રણબીરની જબરજસ્ત ફેન છું. ઘણા સમયથી આ કપલને હું ફોલો કરતી આવી છું અને હું પોતે પણ કહેતી હતી કે આ એક એવું કપલ છે કે જેને ગોલ્ડન કપલ તરીકે બોલિવૂડમાં ઓળખવામાં આવશે.મારા ખાસ અભિનેતા અને અભિનેત્રીને મારા તરફથી કોઈ યાદગાર ગિફ્ટ મળે તેવી વાતને મારા પિતા સાથે કરી હતી અને ત્યારબાદ અમે પાંચથી છ દિવસની તૈયારી કરીને આ અનોખો બુકે બનાવ્યો છે. આ બુકેની અંદર 125 કરતાં વધારે ગોલ્ડન ફોઈલ રોઝનો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે આ બુકે તેમને ખુબ જ પસંદ આવશે, અમારા પરિવારનાં લોકો પણ ખુશ છે કે અમે અમારા મનગમતા કલાકારોને યાદગાર ગિફ્ટ મોકલી છે.