બનાસકાંઠા : વડગામના MLAની ધરપકડ
આસામ પોલીસે જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, વિમાન મારફતે આસામ લઈ ગયા આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસમાંથી જિજ્ઞેશ મેવાણીની ધરપકડ કરી
જગદીશ ઠાકોર સહિત અગ્રણી નેતાઓએ એરપોર્ટ પર જિજ્ઞેશની મુલાકાત કરી
કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કર્યું
વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. જો કે પોલીસે હજુ FIRની નકલ આપી નથી તેથી કયા કેસમાં મેવાણીની ધરપકડ કરાઈ એ હાલ જાણી શકાયું નથી. આસામ પોલીસે કેટલાક કેસો અંગે મેવાણીની ધરપકડ કરી હોવાની હાલ માહિતી મળી છે.