Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

જૂનાગઢ શહેરની ખાલી પડેલ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે નવા કોર્ટ બિલ્ડિંગની કામગીરી ઝડપભેર શરૂ

જૂનાગઢ શહેરની ખાલી પડેલ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે નવા કોર્ટ બિલ્ડિંગની કામગીરી ઝડપભેર શરૂ કરાવવા રજૂઆત કરતા જૂનાગઢ શહેરના અગ્રણી પદાધિકારીઓ.

જૂનાગઢ મહાનગરના અગ્રણીજનો ની એક ટીમ ગાંધીનગર મુકામે શહેર વિકાસના પ્રશ્નો બાબતે પહોંચેલ જેના ભાગરૂપે હાલ જૂનાગઢ શહેરની જૂની સિવિલ હોસ્પિટલની જગ્યા ખાલી પડેલ હોઈ, જ્યાં નવા કોર્ટ બિલ્ડિંગની કામગીરી ઝડપભેર શરૂ કરાવવા અર્થે રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી માનનીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબને રજૂઆત કરવામાં આવેલ હતી

આ રજૂઆત તકે જૂનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા, શાસકપક્ષ ના નેતાશ્રી કિરીટભાઇ ભિંભા, શહેર ભાજપ મહામંત્રી શ્રી શૈલેષભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રીશ્રી સંજય મણવર, પ્રદેશ અગ્રણી અને અગ્રગણ્ય શિક્ષણવિદ શ્રી પ્રદીપભાઈ ખીમાણી સહિતના લોકો ઉપસ્થિત રહેલ અને સત્વરે આ કાર્યવાહી હાથ ધરાશે એવું માનનીય મંત્રીશ્રી એ પણ જણાવેલ.

Related posts

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને આગામી બોર્ડની પરીક્ષાને લઇને સમીક્ષા બેઠક યોજાઇ

samaysandeshnews

મોરબી રામનવમી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા મા આવી

samaysandeshnews

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬ મુજબના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

Leave a Comment

error: Content is protected !!