Rajkot : રાજકોટમાં યોજાયો “ગરીબ કલ્યાણ મેળો“ : મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી દ્વારા ૧૩૦૨ લાભાર્થીઓને રૂ. ૩૩૮.૧૯ લાખની સહાયનું વિતરણ જરૂરિયાતમંદોને સહાય કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો.રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયરશ્રી ડો. પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને આયોજિત ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓએ તમામ કમિટીઓના અધ્યક્ષ સાથે બેઠક યોજીને કાર્યક્રમ અંગે ઝીણવટપૂર્વક વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
નગરપાલિકાઓના કમિશનરશ્રી રાજકુમાર બેનીવાલે જિલ્લાના વહીવટી તંત્રની કામગીરી જોઈને કહ્યું હતું કે, મોટાભાગની તૈયારીઓ થઈ ગઈ છે. કાર્યક્રમમાં મહત્વની ભૂમિકામાં રહેલા અધિકારીઓને વોકીટોકી સેટ અપાશે. કાર્યક્રમની વ્યવસ્થામાં રહેલા કર્મચારીઓ, અધિકારીઓને જરૂર પડ્યે તાલીમ આપવા પણ જણાવ્યું હતું. સભા સ્થળે દિશા દર્શાવતા કલર સાઈનેજ યોગ્ય રીતે રાખવા સહિતની બાબતો અને દિશાનિર્દેશ તેમણે આપ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, રાજકોટ મહાનગર પાલિકાના કમિશનરશ્રી અમિત અરોરા, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાશ્રી ધીમંત વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટરશ્રી વરૂણ કુમાર બરનવાલ, ભાવનગર નગરપાલિકા કમિશનરશ્રી અજય દહિયા, અધિકારીશ્રી તેજસ પરમાર, રાજકોટ મહાનગર પાલિકાના નાયબ કમિશનરશ્રી આશિષ કુમાર તેમજ વિવિધ કમિટીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.