Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

Sarangpur : વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં વિક્રમ સંવત ૨૦૭૮ના આસો વદ-૫ એ આજરોજ 174 મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો.

Sarangpur : વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં વિક્રમ સંવત ૨૦૭૮ના આસો વદ-૫ એ આજરોજ 174 મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો.મંદિરમાં વિદ્વદ્વર્ય સંત શાસ્ત્રી સ્વામીશ્રી  હરિપ્રકાશદાસજીના વક્તા પદે ત્રીદિવસીય હનુમંત ચરીત્રની કથાનું સુંદર આયોજન કરવામાંઆવ્યું હતું. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી વિ.સં. ૧૯૦૫,આસો વદ પાંચમના રોજ કષ્ટભંજન દેવની સ્થાપના કરવામાં આવી હતી.જેના આજ રોજ વિક્રમ સંવત ૨૦૭૮ના આસો વદ-૫ , તા.14/10/2022 ને શુક્રવારના રોજ 174 મો વાર્ષિક પાટોત્સવ ધામધુમીથી સંપન્ન થયો.

પાટોત્વના ઉપલક્ષમા મંદિરના વિદ્વદ્વર્ય સંત શાસ્ત્રી સ્વામીશ્રી  હરિપ્રકાશદાસજીના વક્તા પદે ત્રી દિવસીય હનુમંત ચરીત્રની કથાનું સુંદર આયોજન થયું હતું. આજ રોજ ૧૭૪મા વાર્ષિક પાટોત્સવમા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પુજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ બન્ને લાલજી મહારાજ.સવારે ૮:૦૦ કલાકે મહારાજશ્રીના વરદ્ હસ્તે દાદાનું પુજન અર્ચન અભિષેક આરતી કરી સત્સંગ સભામાં યજમાન અસ્વાર પરિવાર તેમજ દરબાર પરિવાર તેમજ ઉપસ્થિત સંતો ભક્તોને રૂડા આશિર્વાદ  આપ્યા હતા.

આજના પોટોત્સવ પ્રસંગે વડતાલ બોર્ડના ચેરમેન કોઠારી દેવપ્રકાશ સ્વામી જુનાગઢ બોર્ડના ચેરમેન કોઠારી દેવનંદનસ્વામી, ગઢપુર બોર્ડ ના ચેરમેન શાસ્ત્રી હરિજીવન સ્વામી, બાપુ સ્વામી ધર્મપ્રિયદાસજી સ્વામી ધંધુકા,રાજકોટ ભપેન્દ્ર રોડ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી, બાલાજીના કોઠારી વિવેકસ્વામી, દ્વારકા થી કે.પી. સ્વામી, ભક્તવત્સલ સ્વામી રાજકોટ, આનંદસ્વામી વડિયા, તેમજ વડતાલ,બોટાદ, જુનાગઢ, ચીતલ, ટાટમ, ઢસા સહિતના અનેક ગામોએ થી પુજ્ય સંતો પધાર્યા હતા.

Related posts

Corona: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જી.જી.હોસ્પિટલના તમામ વિભાગોના વડાઓ સાથે બેઠક યોજી કોવિડ અંગેની તૈયારીઓ તથા વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

cradmin

પાણી ની સમસ્યા ને કારણે લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે ,શું કરે છે તંત્ર ?

samaysandeshnews

ધોરાજી માં યમદૂત બની અને ઊભેલી જર્જરિત ઈમારતો લોકો જીવ ના જોખમે ચાલવા મજબૂર બન્યા

samaysandeshnews

1 comment

Crime : The youth was threatened with death in Sikka village. October 16, 2022 at 11:18 am

[…] Read Also : વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર હનુમાન મંદિર… […]

Reply

Leave a Comment

error: Content is protected !!