House Tex : જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરાની શાખા દ્વારા બાકી રહેલા વેરા વસુલાત માટે ની જોશપૂર્વકની તૈયારીઓ: જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશ ચલાવાઈ રહી છે. જે અન્વયે વધુ રૂ.4.22 લાખની વેરાની વસૂલાત કરવામાં આવી છે. જુદા-જુદા વિસ્તારમાં 21 આસામી સામે કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નં.10 ના 7 બાકીદારોને વોરંટની બજવણી કરવામાં આવી છે.
શહેરના વોર્ડ નં.2 માં બે આસામીઓ પાસેથી રૂ.31,890, વોર્ડ નં.4 માં એક આસામી પાસેથી રૂ.11,355, વોર્ડ નં.13 માં બે આસામીઓ પાસેથી રૂ.35,100, વોર્ડ નં.14 માં એક આસામી પાસેથી રૂ.20,801, વોર્ડ નં.15માં બે આસામી પાસેથી રૂ.55,690 તથા વોર્ડ નં.17માં પાંચ આસામીઓ પાસેથી રૂ.92,170 સહિત કુલ 13 આસામીઓ પાસેથી કુલ રૂ.24,700 ની વસુલાત કરવામાં આવી છે. જયારે વોર્ડ નં.10 ના કુલ 7 બાકીદાર આસામીઓ કે જેઓનો મિલ્કત વેરો કુલ રૂ.1,24,530 બાકી રોકાય છે, જે આસામીઓને સ્થળ ૫ર વોરંટની બજવણી કરવામાં આવી છે.
તદઉ૫રાંત વોર્ડ નં.6 માં 4 આસામીઓ પાસેથી રૂ.74,765, વોર્ડ નં.8 માં 1 આસામી પાસેથી રૂ.10,123, વોર્ડ નં.11 માં 1 આસામી પાસેથી રૂ.17,503, વોર્ડ નં.13 માં 2 આસામીઓ પાસેથી રૂ.46,601 તથા વોર્ડ નં.15 માં 1 આસામી પાસેથી રૂ.26,960 સહિત કુલ-9 આસામીઓ પાસેથી કુલ રૂ.1,75,952 ની વસુલાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ મનપા દ્વારા સઘન ઝુંબેશ યથાવત રખાશે.