Jamnagar : આ વર્ષે કાચા માલની અછત ને કારણે ફટાકડાની કિંમતમાં 40 ટકાનો વધારો : જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના ફટાકડામાં અવનવી વેરાઈટી આવી છે. જેમાં મિરચી બોમ્બ ફોડવાની ગન આકર્ષણનું કેન્દ્ર બની છે. ગત વર્ષે કોરોનાકાળ હોવા છતાં 80 ટકા ફટાકડા ફૂટ્યા હતાં. આ વર્ષે મોંઘવારી અને ભાવ વધારાના કારણે શહેરમાં 60 ટકા ફટાકડા ફૂટશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.જામનગરમાં મહદઅંશે ફટાકડા તામિલનાડુના શિવાકાશીથી આવે છે. આ વર્ષે કાચા માલની અછત હોવાથી ફટાકડાની કિંમતમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષે ફટાકડામાં નવીનતા જોવા મળે છે. આ વર્ષે જામનગરમાં મિરચી બોમ્બે ફોડવા માટેની ખાસ ગન આવી છે. જે લોકોને ખૂબ જ આકર્ષી રહી છે.
ઉપરાંત પર્યાવરણને ધ્યાનમાં રાખીને લોકો કોલ્ડ ફાયર (રીમોટ થી ચાલતા ઝાડ) વધુ ફોડી રહ્યા છે. ફ્લેશલાઇટવાળા ફટાકડાની ડિમાન્ડ વધુ જોવા મળી છે. આ ફટાકડો ફોડી ત્યારે ધુમાડો કે અવાજ થતો નથી પરંતુ જ્યારે ફોટો પડે તેની જેમ ફ્લેશ લાઈટ થાય તેવી લાઈટ થાય છે. જે બજારમાં રૂ. 50માં ઉપલબ્ધ છે.મોંઘવારી વચ્ચે ફટાકડામાં ભાવવધારાથી ખરીદમાં ઘટાડો વધતી જતી મોંઘવારી વચ્ચે ફટાકડાના ભાવમાં 40 ટકાનો વધારો થતા ફટાકડાની ખરીદીમાં ઘટાડો થયો છે. પહેલા જે ગ્રાહક રૂ. 7000 ની ફટાકડાની ખરીદી કરતો તે ફક્ત હવે રૂ. 5000 ની જ કરી રહ્યો છે. – પ્રકાશભાઈ લાલવાણી, વેપારી.