Samay Sandesh News
અમદાવાદગુજરાતટોપ ન્યૂઝનર્મદા (રાજપીપલા)વડોદરાશહેરસાબરકાંઠા (હિંમતનગર)

Gujarat: આજ થી વડાપ્રધાન મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે…

Gujarat: આજ થી વડાપ્રધાન મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે: વડાપ્રધાન કાર્યાલયના સત્તાવાર કાર્યક્રમ અનુસાર નરેન્દ્ર મોદી આજે વડોદરા એરપોર્ટ પર આવશે ત્યાંથી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે. આ દરમિયાન તેઓ આઈ.એ.એફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા જવા રવાના થશે. પ્રધાનમંત્રી રાત્રી રોકાણ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે કરવાના છે.

આવતી કાલે તારીખ 31મી ઓક્ટોબરે…

કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે. જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત તેઓ પ્રોબેશનરી આઈએએસ ઓફિસરો સાથે સંવાદ પણ કરવાના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી અમદાવાદ એરપોર્ટ પર જશે અને અમદાવાદ એરપોર્ટથી થરાદ જવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી થરાદમાં વિકાસના કામોનું વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

તારીખ 1 નવેમ્બરે…

નરેન્દ્ર મોદી રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલા માનગઢ હિલની મુલાકાત લેશે. અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમ તેઓ પ્રત્યક્ષ હાજરી આપવાના છે .

Related posts

કોરોના મહામારી માં મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર ને ૪ લાખ રૂપિયા નું વળતર મળે…..

samaysandeshnews

પંજાબમાં વડાપ્રધાનના કાફલાને રોકવાની ઘટનાને લઇને જૂનાગઢ જિલ્લા કિસાન મોરચા દ્વારા મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો..

samaysandeshnews

જામનગર કમિશ્નરે રણમલ તળાવ ભાગ-1 અને 2 નું નિરીક્ષણ કર્યું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!