Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝમોરબીશહેર

Morbi: હજી ગઈકાલે જ્યાં લાશોના ઢગલા હતા મોરબી સિવિલ હોસ્પિટલનું ત્યારે રંગરોગાન કાર્ય ચાલુ કરવામાં આવ્યું

Morbi: હજી ગઈકાલે જ્યાં લાશોના ઢગલા હતા મોરબી સિવિલ હોસ્પિટલનું ત્યારે રંગરોગાન કાર્ય ચાલુ કરવામાં આવ્યું: મોરબી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલનું રંગરોગાન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલને નવી બનાવવા કલર કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં એલ્યુમિનિયમ સેક્શનના નાનાં નાનાં રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના રંગરોગાન કાર્યના વીડિયો પણ સામે આવ્યા છે.

જોકે ગઈકાલે જે મોરબી સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. ત્યારે એ જ સિવિલ હોસ્પિટલનું રાત્રે રંગરોગાન કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું, જોકે આ મામલે મોરબીના જિલ્લા કલેકટર બી.ટી.પંડ્યાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

 

મોરબી સિવિલ હોસ્પિટલને નવી બનાવવા કલરકામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં તૂટેલાં પાણીનાં કૂલર હટાવી નવાં કૂલર મૂકવામાં આવ્યાં છે. ત્યારે હોસ્પિટલમાં તૂટેલાં બેડને દૂર કરી નવાં બેડ લાવવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ એલ્યુમિનિયમ સેક્શનના નાના નાના રૂમ બનાવવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની બિસ્માર હાલત હતી એ સિવિલ હોસ્પિટલને નવી દેખાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

 

Related posts

Crime: સુરતમાં કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયાનું બતાવી અઢી હજારથી વધુ પાર્સલ સગેવગે

samaysandeshnews

‘ગુલાબ વાવાઝોડા’ ને પગલે ભારે વરસાદ થતા જામનગર જિલ્લાના દરેક બંદરોએ 3 નંબર નું સિગ્નલ જાહેર કરાયું

samaysandeshnews

જેતપુર પાસે તત્કાલ ચોકડી પાસે બાઈક અકસ્માતમાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!