Samay Sandesh News
indiaઅન્યક્રાઇમગુજરાતજામનગરટોપ ન્યૂઝરાજકારણ

જામનગર: જિલ્લામાં આગામી તહેવાર અને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી

જામનગર : જિલ્લામાં આગામી તહેવાર અને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી: જામનગર જિલ્લામાં આગામી તહેવાર ‘ગુરુનાનક જયંતિ’ તેમજ વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ને અનુલક્ષીને શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સમગ્ર જિલ્લામાં આગામી તા. ૦૫ ડિસેમ્બર સુધી કોઇપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકરી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અને જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ, એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો-આવી તમામ પ્રવૃતિઓ પર શ્રી ભાવેશભાઈ એન.ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે.

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબ દંડની સજા, ઓછામાં ઓછાં ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ હોય અને કિરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહિ..

Related posts

સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ભક્તિમય માહોલ

samaysandeshnews

ક્રાઇમ: અર્ધ નગ્ન અને લોહીથી લથપથ 12 વર્ષની બાળકીએ બળાત્કાર કર્યા બાદ મદદ માંગી, ધક્કો મારીને ભગાડી ગયો

cradmin

જામનગરમાં ઈ-શ્રમ કાર્ડ નો કાર્યક્રમ રાખેલ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!