Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકારણશહેર

Election: અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલ્પના ગઢવીએ MCMC સેન્ટરની મુલાકાત લીધી

Election: અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલ્પના ગઢવીએ MCMC સેન્ટરની મુલાકાત લીધી: જિલ્લા માહિતી કચેરી પાસે કાર્યરત MCMC સેન્ટર ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે પેઈડ ન્યૂઝ પર રાખે છે ચાંપતી નજર ગુજરાતના આંગણે લોકશાહીનું મહાપર્વ આવ્યું છે ત્યારે પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન-2 જામનગર ખાતે મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેની અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેર તથા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી કલ્પના ગઢવીએ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી એટલે કે MCMC સેન્ટરની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતમાં અધિકારીશ્રીઓએ ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, ટી.વી.ચેનલ, કેબલ નેટવર્ક, ઓડિયો વિઝ્યુઅલ, ડિસ્પ્લે પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણીકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે માર્ગદર્શન પુરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રાજકીય પક્ષો કે દરેક ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રમાણિકરણ અને મીડિયા પ્રમાણીકરણ અને દેખરેખ સમિતીની રચના કરવામાં આવે છે.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે અધિક કલેક્ટરશ્રી તથા નાયબ ચૂંટણી અધિકારીશ્રીએ બારીકાઈથી વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા થયેલ કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિશે ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી એચ.પી.ગોઝારીયા વગેરેએ માહિતગાર કર્યા હતા.

Related posts

ચૂંટણી: જૂનાગઢ ના ભેસાણ તાલુકા પંચાયત મા બીજેપી નો દબદબો પ્રમુખ. ઉપ પ્રમુખ બિન હરીફ ચૂંટાયા

cradmin

મોદી, યોગી અને શાહ નો ત્રિવેણી સંગમ

samaysandeshnews

ધોરાજીમાં વેલેન્ટાઈનડે ની પુર્વ સંધ્યાએ પ્રેમીએ પ્રેમિકાનું નાક કાપી છરીના ઘા ઝીંકતા યુવતી ગંભીર હાલતમાં…..

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!