Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકારણરાજકોટશહેર

Election: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે સ્ટાફની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ

Election: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે સ્ટાફની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ: રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. આજે સાંજે જિલ્લા કલેક્ટર કચેરી ચૂંટણી કામગીરી માટે સ્ટાફ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


નિવાસી અધિક કલેક્ટર શ્રી કેતન ઠક્કર તથા જિલ્લાના અધિક ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચરની ઉપસ્થિતિમાં જિલ્લાની આઠેય વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી કામગીરી માટે કેટલા સ્ટાફની જરૂરિયાત છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ચૂંટણી કામગીરી માટે જે સ્ટાફના ઓર્ડર થયેલા છે,

તેઓનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સ્ટાફને વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં હજુ બે વાર સ્ટાફ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં બીજા રેન્ડમાઈઝેશનમાં સ્ટાફને વિધાનસભા મત વિસ્તારોની ફાળવણી અને ત્રીજા રેન્ડમાઈઝેશનમાં બૂથની ફાળવણી થતી હોય છે. આ બધી જ પ્રક્રિયા સોફ્ટવેર આધારિત હોય છે.

Related posts

HEALTH: મીઠાના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો; સારા સ્વાસ્થ્ય માટે મીઠાનું સેવન કેવી રીતે મેનેજ કરવું

cradmin

જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીના નિર્માણ દિવસે ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાજપ પર કટાક્ષ કરતા વિકાસ ખોજ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

samaysandeshnews

JAMNAGAR: જામનગરના 484 માં સ્થાપના દિન નિમિત્તે ખાંભી પૂજન તથા શહેરની જુદી -જુદી પ્રતિમાઓને ફુલહાર વિધિ નો કાર્યક્રમ યોજાયો

cradmin

Leave a Comment

error: Content is protected !!