Election: એમ.સી.એમ.સી. કંટ્રોલ રૂમની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર્સ: વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના અનુસંધાને કલેકટર કચેરી ખાતે કાર્યરત કરાયેલ એમ.સી.એમ.સી.ના કંટ્રોલરૂમની આજે જનરલ ઓબ્ઝર્વર્સે મુલાકાત લીધી હતી.
રાજકોટ જિલ્લાના ઉમેદવારો તથા વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરાતી પ્રચાર પ્રસારની કામગીરી પર દેખરેખ તથા પેઈડ ન્યુઝ સંબંધી કામગીરીથી જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ તમામ ઓબ્ઝર્વર્સને વાકેફ કર્યા હતા. રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતા ૪૫ દિવ્યાંગો દ્વારા ત્રણ શિફ્ટમાં ૨૪×૭ પેઈડ ન્યુઝ સંબંધિત ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતી જાહેરખબરોનું કંટ્રોલ રૂમ ખાતે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
એમ.સી.એમ.સી.ની કામગીરી બાબતે તમામ ઓબ્ઝર્વર્સૈ સંતોષ વ્યક્ત કર્યો હતો. તમામ અધિકારીશ્રીઓએ C-Vigil એપ અને ફરિયાદ નિવારણ સેલની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.