Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકારણશહેર

Election: MCMC મીડિયા કંટ્રોલ રૂમની મુલાકાત લેતાં જનરલ ઓબ્ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રા

Election: MCMC મીડિયા કંટ્રોલ રૂમની મુલાકાત લેતાં જનરલ ઓબ્ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રા: લોકશાહીના અવસર સમા વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ નિષ્પક્ષ રીતે યોજાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પુરી સજ્જતા સાથે કામગીરી કરી રહ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પેઈડ ન્યૂઝના નિરીક્ષણ અર્થે એમ.સી.એસ.સી. મીડિયા કંટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારે આજરોજ ૭૩ ગોંડલ વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર શ્રી મિથિલેશ મિશ્રાએ એમ.સી.એસ.સી. મીડિયા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

આ તકે જનરલ ઓબ્ઝર્વર શ્રી મિથિલેશ મિશ્રાએ મીડિયા કંટ્રોલ રૂમ દ્વારા રાજકોટ જિલ્લાના ઉમેદવારો તથા વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરાતી પ્રચાર પ્રસાર તથા પેઈડ ન્યુઝ સંબંધી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી. ઉપરાંત અધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચરે પેઈડ ન્યૂઝ અંગેના નિયત ફોર્મ વિશે જનરલ ઓબ્ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રાને માહિતી પૂરી પાડી હતી. તેમજ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં સ્ટાફ સાથે પેઈડ ન્યૂઝ મોનીટરીંગ અંગે તલસ્પર્શી ચર્ચા કરી હતી.

Related posts

જામનગર: જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહે વિવિધ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરીની સમીક્ષા કરી

cradmin

જામનગર ની ધારા જોષી ને બેસ્ટ મોડલ ઓફ ધ યર ૨૦૨૨ એવોર્ડ એનાયત

samaysandeshnews

Crime: આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાના ૧૧ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો

cradmin

Leave a Comment

error: Content is protected !!