Samay Sandesh News
અન્યગુજરાતજામનગરરાજકારણશહેર

Election: ક્રિસ્ટલ મોલના મલ્ટી સ્ક્રીન ટી.વી. સ્ટોરમાં મતદાર જાગૃતિ અંગેના વિડીયો પ્રસારીત કરી મતદાર જાગૃતિ અંગેની પ્રેરક કામગીરી કરાઈ

Election: ક્રિસ્ટલ મોલના મલ્ટી સ્ક્રીન ટી.વી. સ્ટોરમાં મતદાર જાગૃતિ અંગેના વિડીયો પ્રસારીત કરી મતદાર જાગૃતિ અંગેની પ્રેરક કામગીરી કરાઈ: મતદાન પ્રત્યે નાગરિકોમાં વધુમાં વધુ જાગૃતિ પ્રસરે તેમજ જામનગરના દરેક નાગરિકો અચૂક મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ અવસર રથ, મતદાર જાગૃતિ રેલી, નિબંધ સ્પર્ધા, માનવ સાંકળ, વકતૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, શેરી નાટક, સેલ્ફી પોઇન્ટ, સિગ્નેચર કેમ્પેઈન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ત્યારે આજરોજ સ્વિપ એક્ટિવિટી અંતર્ગત જામનગર શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે આવેલ મલ્ટી સ્ક્રીન ટી.વી. સ્ટોરમાં મતદાર જાગૃતિ અંગેના વિડીયો પ્રસારીત કરી લોકો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટેની મતદાર જાગૃતિ અંગેની પ્રેરક પહેલ જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.જેને સ્ટોરની મુલાકાતે આવતા શહેરીજનોએ રસપૂર્વક નિહાળી અચૂક મતદાન કરવા અંગેની પ્રેરણા લીધી હતી.

Related posts

વિદેશી બાળકોએ પોતાની બચતમાંથી દાંતા તાલુકાના આદિજાતિના બાળકોને ભેટ મોકલી

samaysandeshnews

પાટણ : પાણીની પાઇપ લાઇનમાંથી યુવતીની લાશ મળી

cradmin

VA authority green-lights $410M High Rise Bridge addition

cradmin

Leave a Comment

error: Content is protected !!