Samay Sandesh News
ટોપ ન્યૂઝરાજકારણરાજકોટશહેર

Election: રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મતદાન જાગૃતિ અર્થે ફ્લેશ મોબ યોજાઈ

Election: રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મતદાન જાગૃતિ અર્થે ફ્લેશ મોબ યોજાઈ: રાજકોટના રાજમાર્ગ ગણાતા કાલાવડ રોડ સ્થિત ક્રિસ્ટલ મોલ ખાતે અચાનક જ પંદરેક જેટલા ડાન્સરોએ એકઠા થઈને ફ્લેશ મોબ યોજી હતી, જેણે મોલમાં ઉપસ્થિતોમાં એક અનેરૂ આકર્ષણ જગાવ્યું હતું.

૧૨ થી ૧૭ વર્ષના સ્કેટિંગ ડાન્સરોએ “માં તુઝે સલામ”,મેરે દેશ કી ધરતી, નન્ના મુન્ના રાહી હું, યે દેશ હૈ વિર જવાનો કા જેવા દેશ ભક્તિના લોકપ્રિય ગીતો પર ફ્લેશ મોબ કરી હતી. આ તકે બાળકો દ્વારા ઉપસ્થિતોને મતદાન કરવા અંગે પ્રેરિત કર્યા હતા.
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ (SVEEP)ના પ્રીતિબેન વ્યાસે ઉપસ્થિત લોકોને લોકશાહીના પર્વમાં મતદાન કરવાનું મહત્વ સમજાવ્યું હતું.
આ સ્થળે મતદાન જાગૃતિ અવસર રથની પણ લોકોએ મુલાકાત લીધી હતી.

Related posts

મેંગોપીપલ પરીવારના સ્લમવિસ્તારોના બાળકોએ સોનાલી પાવભાજી ની મજા માણી

samaysandeshnews

ભાવનગર : તળાજામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી

cradmin

ક્રાઇમ: સુરત અને અમદાવાદ માંથી ઝડપાયું લાખો રૂપિયાનું MD ડ્રગ્સ, આરોપી પાસેથી એક રિવોલ્વર મળી

cradmin

Leave a Comment

error: Content is protected !!