પ્રેમનગર ગામમાં દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો.
દારૂબંધીની કડક અમલવારીની માંગ સાથે ગ્રામજનો રાધનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા; મહિલાઓ-વડીલો-યુવાનો એકસાથે બોલ્યા રાધનપુર | વિશેષ અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામમાં વધતા જતા દારૂના દુષણ સામે આખરે ગ્રામજનોએ સંગઠિત રીતે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. લાંબા સમયથી ગામમાં ચાલતી દારૂની બેફામ હેરાફેરી, નશાખોરી અને તેના કારણે ઊભી થતી સામાજિક બુરાઈઓ સામે કંટાળી ગયેલા ગ્રામજનો…