જામનગરને મળ્યું વિકાસનું નવું પ્રતીક: સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર હવે જનતાને સમર્પિત
જામનગર શહેર માટે ૨૪ નવેમ્બરનો દિવસ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાય તેવો બન્યો. શહેરના ઝડપી વિકાસ, આધુનિક વાહનવ્યવહાર અને ટ્રાફિક મુક્ત માર્ગોના નવા યુગની શરૂઆત અહીંથી થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૨૨૬.૯૯ કરોડના વિશાળ ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું ભવ્ય લોકાર્પણ કર્યું અને આ સાથે જ જામનગરના વિકાસમાં એક નવો…