જામનગરના અતુલ ભંડેરી ફાયરિંગ કેસમાં મોટો ચુકાદોઃ સેશન કોર્ટએ હસમુખ પેઢડિયા અને યોગેશ અકબરીને નિર્દોષ જાહેર કર્યા, ૧૪ વર્ષ જૂના કેસનો અંત
જામનગર શહેરના ઇતિહાસમાં કાયદા અને અપરાધની દુનિયાને હચમચાવી નાખનાર અતુલ ભંડેરી ફાયરિંગ કેસનો આખરે ન્યાયિક અંત આવ્યો છે. વર્ષો સુધી ચાલેલી તપાસ, સાક્ષી-પુરાવા અને દલીલો બાદ સેશન કોર્ટએ પોતાના ચુકાદામાં હસમુખ પેઢડિયા અને યોગેશ અકબરીને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના આ નિર્ણયથી આ કેસ ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે અતુલ ભંડેરી…