નવાગઢમાં ગરમાગરમી વચ્ચે ઉંધી તલવારથી હુમલો.
જમાઈને ફ્રેકચર, બેનસગી બેનને ગંભીર ઈજા – ઉધોગનગર પોલીસે BNS કલમે ગુનો નોંધ્યો, સાળો ફરાર જેતપુર (માનસી સાવલીયા)જેતપુરના નવાગઢ વિસ્તારમાં કુટુંબના અંદરના ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં ઉંધી તલવાર વડે બે લોકોને ઈજા પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. સસરાના ઘરમાં ઝઘડો કરતો સાળો અર્જુન પરમારને સમજાવવા ગયેલા બનેવી મિલનભાઈ ડોડીયા પર હુમલો કરવામાં આવ્યો હતો,…