“મુળુભાઈ-રાઘવજી આઉટ, રિવાબા જાડેજાની એન્ટ્રી!” — જામનગરના રાજકારણમાં મોટો પલટો, ક્ષત્રિય મહીલા નેતાને મંત્રીપદ આપતાં ભાજપે આપ્યો નવો સંદેશ
ગુજરાતની રાજકીય ધરતી પર શનિવારનો દિવસ ઐતિહાસિક અને ચોંકાવનારો સાબિત થયો છે. કારણ કે લાંબા સમયથી અપેક્ષિત મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન આખરે એ જ થયું, જેના સંકેતો છેલ્લા કેટલાક અઠવાડિયાંથી મળતા હતાં — પણ કોઈએ એટલો મોટો ફેરફાર થવાની કલ્પના ન કરી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાંથી બે અનુભવી રાજકીય દિગ્ગજ — પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ…