શ્રીમદ ભગવદ ગીતા ફક્ત હિંદુઓનો જ ધર્મગ્રંથ નથી પરંતુ માનવતાનો ગ્રંથ છે.
સાંસારીક મોહના લીધે જ મનુષ્ય હું શું કરૂં અને શું ના કરૂં? આવી દુવિધામાં ફસાઇને કર્તવ્યચ્યુત થઇ જાય છે એટલે મોહ અથવા સુખની આસક્તિને વશીભુત ના થવું જોઇએ.શરીર નાશવાન છે અને તેને જાણનાર અશરીરી આત્મા અવિનાશી છે.આ વિવેકને મહત્વ આપવું અને પોતાના કર્તવ્યનું પાલન કરવું–આ બન્નેમાંથી કોઇ એક અપનાવવાથી ચિન્તા-શોક દૂર થાય છે.નિષ્કામભાવપૂર્વક ફક્ત બીજાના હિતના માટે…