બેટ દ્વારકાની 62 નંબર બેઠક ખાતે શ્રી ગુંસાઈજી 511મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, 56 ભોગ અન્નકુટ દર્શનથી વૈષ્ણવ ભાવવિભોર
ઓખા – બેટ દ્વારકા | તા. 14/12/2025: વૈષ્ણવ સંપ્રદાયમાં બેઠકજીનું અતિ મહત્વપૂર્ણ સ્થાન છે. પુષ્ટિમાર્ગીય પરંપરામાં શ્રીમહાપ્રભુજી દ્વારા સ્થાપિત બેઠકો માત્ર ધાર્મિક સ્થાન જ નથી પરંતુ વૈષ્ણવ સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનું જીવંત કેન્દ્ર છે. આવી જ પવિત્ર અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ઓખા–બેટ દ્વારકા સ્થિત શ્રીમહાપ્રભુજીની 62 નંબર બેઠક ખાતે તા. 14 ડિસેમ્બર 2025ના રોજ શ્રી…