ચકલીનો કલરવ અને બાળપણની ખુશ્બૂ : સાજડીયાળી શાળાના ઈકો ક્લબ દ્વારા ચકલી સંરક્ષણ માટે અનોખી પહેલ.
આજરોજ શ્રી સરકારી માધ્યમિક શાળા – સાજડીયાળીમાં ઈકો ક્લબની અનોખી અને પ્રેરણાદાયક પ્રવૃત્તિ અંતર્ગત ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ પ્રકૃતિ–મિત્ર અભિયાનનો સુંદર આરંભ કર્યો. બાળકો દ્વારા પોતાના હાથોથી ચકલીના માળા બનાવીને સમગ્ર શાળામાં સ્થાપિત કરવામાં આવ્યા, જેના પરિણામે શાળાના પ્રાંગણમાં ચકલીના કલરવથી માહોલ જીવંત અને રમણીય બની ગયો. આ પહેલ માત્ર એક પ્રવૃત્તિ નહોતી, પરંતુ માનવ…