મીઠાપુર ટાટા કેમિકલ્સના પ્રદૂષણ વિવાદે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ.
દેવપરા–સુરજ કરાડી–આરભંડા વિસ્તારના પર્યાવરણને ગંભીર અસર, દેવરામ વાલા ચારણની ફરિયાદ આધારે અધિકારીઓએ સઘન સર્વે શરૂ કર્યો દેવભૂમિ દ્વારકા, તા.—મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ લિમિટેડ સામે છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ અને પર્યાવરણીય હાનિ અંગે સ્થાનિકોમાં ઉઠતી ફરિયાદો ફરી એક વખત ગરમાઈ છે. દેવપરા, આરભંડા, સુરજ કરાડી તથા પાડલી ગામના રહેવાસીઓ લાંબા સમયથી હવા, પાણી અને જમીન પ્રદૂષણ…