રાધનપુરમાં નર્મદા વિભાગની તગડી બેદરકારીઃ મૌખિક મંજૂરીના નામે સરકારી જમીન પર વીજના થાંભલા ઊભા,હવે મામલો તપાસની દિશામાં!
રાધનપુર તાલુકામાં નર્મદા વિભાગના કર્મચારીની ભારે બેદરકારી સામે આવતા લોકસ્તરે ભારે ચકચાર મચી છે. કુણશેલા કેનાલની સંપાદિત સરકારી જમીન પર બ્લુ ફાઈટ સોલાર કંપની તરફથી કોઈપણ પ્રકારની લેખિત મંજૂરી વિના વીજના થાંભલા લગાવી દેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ કાર્યવાહી ન માત્ર નિયમોની ખુલ્લેઆમ અવગણના છે, પરંતુ સરકારની જમીનના ગેરકાયદેસર ઉપયોગનો સ્પષ્ટ ઉદાહરણ…