તપુરમાં દહેશત ફેલાવતી તિવારી ગેંગ પર પોલીસની ગાજ : મુખ્ય સૂત્રધાર અવધ તિવારી અને સાગરીત મુનાવર રફાઈને પાસા હેઠળ જેલભેગા, શહેરમાં રાહતનો શ્વાસ
જેતપુર શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી દહેશત ફેલાવતી અને સતત ગંભીર પ્રકારના ગુન્હાઓને અંજામ આપતી તિવારી ગેંગ સામે આખરે જેતપુર સીટી પોલીસે સખત અને પરિણામકારક કાર્યવાહી કરતા શહેરના સૌમ્ય નાગરિકોમાં રાહતનો માહોલ સર્જાયો છે. લૂંટ, અપહરણ, હત્યાના પ્રયાસ, રાયોટીંગ, મારામારી તથા અન્ય ગંભીર પ્રકૃતિના ગુન્હાઓમાં સંડોવાયેલી આ ટોળકીનાં મુખ્ય સૂત્રધાર અવધ અરવિંદભાઈ તિવારી અને તેનો સાગરીત…