જામનગરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું ભવ્ય આયોજન: બેંક, ફાઇનાન્સ, યુટિલિટી અને કૌટુંબિક વિવાદ સહિત અંદાજે ૯,૫૦૦ કેસોના નિકાલની કાર્યવાહી.
જામનગર, ન્યાય સરળ, ઝડપી અને સસ્તો બને તે હેતુ સાથે જામનગર જિલ્લામાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતના માધ્યમથી વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ રહેલા હજારો કેસોના સમાધાન માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. લોક અદાલતમાં બેંક, ફાઇનાન્સ કંપનીઓ, ટેલિકોમ અને વીજ-ગેસ સેવા સંબંધિત કેસો ઉપરાંત કૌટુંબિક વિવાદો સહિત કુલ અંદાજે ૯,૫૦૦…