મુંબઈમાં ઐતિહાસિક જૈન રથયાત્રા : વિશ્વશાંતિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો મહોત્સવ ✨
મુંબઈ શહેર રવિવારે એક ઐતિહાસિક ધાર્મિક અને સામાજિક પ્રસંગનો સાક્ષી બનશે. દક્ષિણ મુંબઈના ૨૦૦થી વધુ જૈન સંઘોના સહયોગથી ભવ્ય જૈન રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા વિશ્વશાંતિનો સંદેશ, જૈન સમાજની એકતા અને ભક્તિભાવનું પ્રતીકરૂપ બનીને હજારો શ્રાવક-શ્રાવિકાઓને અનોખો અનુભવ કરાવશે. આ યાત્રાનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન અને જૈન સમાજના અગ્રણી શ્રી મંગલ પ્રભાત…