‘ભણે ગુજરાત’ના દાવાને મોટો ઝાટકો : જેતપુરની 70 સરકારી શાળાઓમાં દિવાળી પછી એક મહિના સુધી ધોરણ 1–2 અને બાલવાટિકા ના પાઠ્યપુસ્તકો ગાયબ — પાયાનું શિક્ષણ જ ખોરવાતું!
જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ‘ભણે ગુજરાત’, ‘ડિજિટલ સ્કૂલ’, સ્માર્ટ એજ્યુકેશન જેવા સરકારના દાવા અને જાહેરાતો વચ્ચે વાસ્તવિક મેદાનની સ્થિતિ ચોંકાવનારી બહાર આવી છે. શહેરની 14 તથા તાલુકાની ગ્રામ્ય 56—કુલ 70 સરકારી શાળાઓમાં બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2ના નાના ભૂલકાઓને દિવાળી બાદ બીજા સત્રની શરૂઆતને એક મહિનો વીતી ગયો છતાં પણ સરકાર તરફથી મળવાના…