સુરતમાં દારૂ માફિયાનો મોટો પર્દાફાશ: LCBની રાત્રિ રેઇડમાં રૂ. 4.72 લાખનો વિદેશી દારૂ જપ્ત, માસ્ટરમાઇન્ડ ફરાર.
ગુજરાત ‘ડ્રાય સ્ટેટ’ હોવા છતાં દારૂબંધીને ખુલ્લો પડકાર આપતા દારૂ માફિયાઓ સામે સુરત ગ્રામ્ય પોલીસ સતત લાલ આંખ કરી રહી છે. એ જ કડીમાં સુરત ગ્રામ્ય એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ) દ્વારા કરવામાં આવેલી એક રાત્રિની ધમાકેદાર કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો છે. પલસાણા તાલુકાના દુર્ગા કોલોની વિસ્તારમાં આવેલા આશાપુરા રેસીડન્સીના એક…