સુરજકરાડી વિસ્તારમાં ઘવાયેલા અને વૃદ્ધ ‘કપીરાજ’નો સફળ રેસ્ક્યુ.
દ્વારકા વનવિભાગ, પરમાત્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક યુવકોની માનવતા ભરેલી સેવા સુરજકરાડી વિસ્તાર તથા આસપાસના લોકો માટે અનેક દિવસોથી ચિંતા અને ચર્ચાનો વિષય બનેલા એક ઘવાયેલા, વૃદ્ધ અને બીમાર વાંદરાને આખરે પાંજરે પુરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. છેલ્લા લાંબા સમયથી આ વાંદરો રખડતો ફરતો હતો—શરીર પર ગંભીર ચામડીરોગ, પગમાં મારકૂટના કારણે લોહી વહેતો ઘા,…