“વિકસિત રવિ કૃષિ સંકલ્પ અભિયાન” તરફ ગુજરાતનું દૃઢ પગરણ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ નવી દિલ્હીની રાષ્ટ્રીય કૃષિ કોન્ફરન્સમાં રજૂ કરેલ ભલામણો ખેડૂતો માટે આશાજનક
નવી દિલ્હી ખાતે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા “નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ફોર રબી કેમ્પેઇન – ૨૦૨૫”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સની અધ્યક્ષતા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કરી હતી, જેમાં દેશના તમામ રાજ્યોના કૃષિમંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને વિષય નિષ્ણાતોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. ગુજરાત તરફથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી…