ફડણવીસ–શિંદે વચ્ચે વધતી રાજકીય ભિન્નતા? પાલઘરની રૅલીએ મહાયુતિના અંતરનો કર્યો ખુલાસો
મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જોવા મળતો સૂક્ષ્મ તણાવ હવે ખુલ્લેઆમ મંચ પરથી પ્રગટ થવા લાગ્યો છે. રાજ્ય સરકાર ચલાવતા મહાયુતિ ગઠબંધનના બે મુખ્ય સથવાં—ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના નેતા, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે—આપસી નિવેદનોના સૂરથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. પાલઘર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે યોજાયેલી બંને નેતાઓની રૅલીઓમાં…