તાલાલા કોંગ્રેસમાં આંતરિક માથાકૂટનો મુદ્દો ઉછળ્યો.
ખોટી રજૂઆતો અને પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર તાલાલા–ગિર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી અંદરથી જ ઉથલપાથલનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં પક્ષની આંતરિક નિર્ણયપ્રક્રિયા અને હોદ્દેદારોની વરણીને લઈને કેટલીક ખોટી રજૂઆતો કરાયાની ગંભીર માહિતી બહાર આવતા, કોંગ્રેસના લાંબા સમયથી સક્રિય કાર્યકર જયેશ પી. ચાવડાએ જિલ્લા અને રાજ્ય સ્તરે સત્તાવાર રજૂઆત કરીને પક્ષવિરુદ્ધ…