ઉમરપુર ગામે ભાથીજી મંદિર પાસે નમી ગયેલી વીજ ડીપી બન્યું જોખમનું કારણ અકસ્માતના ભયે ગ્રામજનોમાં ચિંતા, સરપંચની રજૂઆત છતાં MGVCLની કામગીરીમાં વિલંબ.
શહેરા તાલુકાના ઉમરપુર ગામમાં ભાથીજી મંદિર પાસે આવેલી વીજ ડીપી (ડિસ્ટ્રીબ્યુશન પોઇન્ટ) છેલ્લા ઘણા મહિનાઓથી નમી ગયેલી હાલતમાં હોવાને કારણે ગ્રામજનોમાં ભારે ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે. ગામની વચ્ચેથી પસાર થતા મુખ્ય અવરજવર માર્ગની બાજુમાં, જીવંત વીજ વાયરો સાથે નમી ગયેલી આ ડીપી કોઈપણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેવી પરિસ્થિતિ ઊભી કરી…