જસદણ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચનો મોટો ધડાકો: ટ્રકમાં હેરફેર થતો ૬૫ લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) જસદણ પો.સ્ટે. વિસ્તારમાં એક મોટો ધડાકો કરીને દારૂબંધી કાયદા હેઠળનો કડક અમલ કરાવ્યો છે. જસદણ તાલુકાના લીલાપુર ગામ પાસે ગોપનીય માહિતીના આધારે કરવામાં આવેલી છાપામાર કાર્યવાહી દરમિયાન પોલીસે બે ઇસમોને ટ્રક મારફતે હેરફેર કરતા પકડી પાડ્યા હતા. ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો (IMFL) ભારે જથ્થો મળી આવ્યો હતો….