ધારાવીમાં ભીષણ આગથી હાહાકાર: રેલ્વે ટ્રાફિકથી લઈને રોડવે સુધી અસરગ્રસ્ત; બહુ-એજન્સી બચાવ કામગીરી સાથે મોટું સંકટ ટળ્યું
મુંબઈના સૌથી સઘન વસવાટવાળા અને ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાંના એક ધારાવીમાં આજે બપોરે લાગી આવેલી આગે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો.આગ સાયન–માહિમ લિંક રોડ નજીકના માહિમ ફાટક પાસે આવેલા નવરંગ કમ્પાઉન્ડની ગ્રાઉન્ડ+વન ઝૂંપડપટ્ટીના માળખામાં ફાટી નીકળી હતી અને પળોમાં વિસ્તાર ધુમાડાના ઘેરા વાદળોથી છવાઈ ગયો. આ ઘટનાના કારણે માત્ર સ્થાનીક વસાહતોમાં જ નહીં, પરંતુ માહિમ–બાંદ્રા વચ્ચેની…