“મુંબઈ વિશ્વનું પાંચમું સૌથી ખુશ શહેર: વૈશ્વિક સર્વેમાં મુંબઈગરાઓની આનંદયાત્રા વિશ્વને ચોંકાવી ગઈ
મુંબઈ, જે શહેર ક્યારેય ઊંઘતું નથી — હવે માત્ર સ્વપ્નોનું શહેર નહીં, પરંતુ આનંદ અને ખુશીની રાજધાની પણ બની ગયું છે. વૈશ્વિક સ્તરે હાથ ધરાયેલા પ્રતિષ્ઠિત “ટાઇમ આઉટ ઈન્ડેક્સ-૨૦૨૫” સર્વે મુજબ, મુંબઈને વિશ્વના પાંચમા નંબરના સૌથી હૅપી પ્લેસ તરીકે સ્થાન મળ્યું છે. આ સર્વેમાં દુનિયાના ૫૦થી વધુ મેટ્રો શહેરોમાંથી ૧૮,૦૦૦થી વધુ લોકોના પ્રતિભાવ મેળવવામાં આવ્યા…