ખેતરમાં સૂકવવા મૂકેલી 700 મણ મગફળીમાં ભયાનક આગ:
માળીયાહાટીણાના ગોતાણા ગામના ખેડૂત પર આફતનો પહાડ, વીજલાઈનના સ્પાર્કથી લાખોની પાકહાની માળીયાહાટીણા તાલુકાના ગોતાણા ગામમાં બપોરે બનેલી અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. કમોસમી વરસાદ, બદલાતાં હવામાનનું દબાણ અને વીજતારોથી થતા જોખમો વચ્ચે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પહેલેથી જ ચિંતામાં હતા. તેવામાં ગોતાણા ગામે ખેતરમાં સૂકવવા માટે રાખેલી મગફળીના વિશાળ જથ્થામાં અચાનક આગ લાગી…