‘હર કામ દેશના નામ’ના સંદેશ સાથે ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર પર નવમું ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં PVC વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે.
અમદાવાદ | રવિવાર, 14 ડિસેમ્બર 2025: દેશભરની સુરક્ષા, સૈન્ય શૌર્ય અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (સંરક્ષણ પાંખ), ભારત સરકારના માર્ગદર્શન હેઠળ વાયુસેના સંગઠન (AFA)ની ગુજરાત શાખા દ્વારા એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર કામ દેશના નામ’ના ભાવ સાથે 14 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર સ્થિત નીલામ્બર…