એશિયા પાવર ઈન્ડેક્સ 2025 જાહેર: ભારતે 40.0 સ્કોર સાથે ‘મેજર પાવર’ શ્રેણીમાં સ્થાન મજબૂત કર્યું.
એશિયાના 27 દેશોમાં સૈન્ય, અર્થતંત્રથી લઈ રાજદ્વારી પ્રભાવ સુધીનું ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન એશિયા ખંડની ભૂ-રાજનીતિ, અર્થતંત્ર, સૈન્ય ક્ષમતા અને રાજદ્વારી પ્રભાવનું વ્યાપક મૂલ્યાંકન કરતી પ્રતિષ્ઠિત એશિયા પાવર ઈન્ડેક્સ 2025 નો અહેવાલ જાહેર થયો છે. દર વર્ષે પ્રકાશિત થતો આ ઈન્ડેક્સ હાલમાં એશિયાના 27 દેશોને આવરી લે છે અને તેમના કુલ રાષ્ટ્રીય શક્તિના પરિમાણોનું સરવાળું માપન કરે…