લોકાર્પણ પહેલા જ તિરાડો! સવા 150 કરોડના જામનગર ફ્લાયઓવરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, નગરસેવિકાનો ઉગ્ર વિરોધ – જવાબદારો સામે કડક કાર્યવાહી થશે?
શહેરના ગૌરવ પ્રોજેક્ટ પર પ્રશ્નચિહ્ન જામનગર શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો એવા સાત રસ્તા થી લઈને વિક્ટોરિયા બ્રિજ સુધીના 3,450 મીટર લાંબા ફ્લાયઓવર બ્રિજનું ભવ્ય લોકાર્પણ થવાનું હતું. પરંતુ આ ઐતિહાસિક ક્ષણ પહેલા જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્રિજના મધ્ય ભાગમાં મુકાયેલા એક્પાન્શન-ગેપ્સમાં તિરાડો જોવા મળતા નગરસેવિકા જેનબબેન ખફી દ્વારા કામમાં ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવ,…