દ્વારકા નજીક એરપોર્ટ વિકાસ યોજનાનો વિરોધ ગાજ્યો: 334 હેક્ટર ફળદ્રુપ જમીનના સંપાદન સામે ખેડૂતોનો જોરદાર સંકલ્પ—“આ જમીન અમારું જીવન છે, વારસો કોઈપણ કિંમતે નહીં દઈએ”
દ્વારકા જિલ્લામાં એરપોર્ટ વિકાસની યોજના છેલ્લા કેટલાક સમયથી ઝડપથી આગળ વધતી જોવા મળી રહી છે. જિલ્લાની વ્યૂહાત્મક સ્થિતિ, પ્રવાસન અને ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દ્વારકા નજીક આધુનિક એરપોર્ટ ઉભું કરવા માટે અનેક પગલાં લેવાઈ રહ્યાં હતા. પરંતુ આ વિકાસયોજના સાથે જોડાયેલ સૌથી મોટો વિવાદ એ છે કે આ માટે 334 હેક્ટર જેટલી ખાનગી…