શહેરામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોમાં અસંતોષ – મોટી માર્કેટિંગ યાર્ડ હોવા છતાં પુરવઠા ગોડાઉનમાં ખરીદી, જગ્યા અને ભાવ બંને બન્યા પ્રશ્ન.
શહેરા:શહેરા તાલુકામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા શરૂ થતા એક તરફ ખેડૂતોને બજાર ભાવ કરતાં વધુ ભાવ મળવાનો સંતોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ખરીદીનું સ્થળ, જગ્યા, સંગ્રહ વ્યવસ્થા અને ટેકાના ભાવની ઊંચાઈને લઈને ખેડૂતોમાં અંદરખાને અસંતોષ અને પ્રશ્નો ઊભા થયા છે. શહેરા તાલુકા મથક ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાં હાલ ટેકાના ભાવે…