ધ્રોલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કરશ્રીની આગેવાની હેઠળ ૨૯માંથી ૨૪ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ — લોકકલ્યાણ માટે જિલ્લાસતરની તત્પરતા!
જામનગર, તા. ૨૯ ઓક્ટોબર :નાગરિકોની સમસ્યાઓને નિકાલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આજે લોકહિતને અગ્રસ્થાને રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગ્રામ્ય નાગરિકોની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ સાંભળી ત્વરિત નિર્ણય લેવામાં આવ્યા…