શુદ્ધ ભારતના પથ પર મેડિકલ કોલેજનો સંકલ્પ : કલેકટરશ્રી કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા શપથ લીધો
જામનગર તા. ૧૮ સપ્ટેમ્બર :ભારત સરકારે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (૨ ઓક્ટોબર) નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ જનજાગૃતિ અભિયાનરૂપે “સ્વચ્છોત્સવ–૨૦૨૫” મનાવવાનું આહવાન કર્યું છે. રાષ્ટ્રપિતાની એ ઇચ્છા હતી કે સ્વતંત્ર ભારત માત્ર રાજકીય કે આર્થિક રીતે જ નહીં પરંતુ સામાજિક અને સ્વચ્છતાના મોરચે પણ આત્મનિર્ભર અને ઉદાહરણરૂપ બને. આ જ દિશામાં આગળ વધતા…