ગિરનાર પરિક્રમા ૨૦૨૫ : સનાતન પરંપરા જળવાઈ રહે તે માટે ઉતારા મંડળ ભવનાથ દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર
ગુજરાતની ધરતી પર સનાતન હિંદુ સંસ્કૃતિના અનેક ઉત્સવો, યાત્રાઓ અને ધાર્મિક પરંપરાઓ અનાદિકાળથી ચાલી આવી છે. આ તમામમાં એક વિશિષ્ટ અને પવિત્ર પરંપરા છે ગિરનારની લીલી પરિક્રમા, જે ભક્તિ, વિશ્વાસ અને પ્રકૃતિ પ્રત્યેની અખંડ શ્રદ્ધાનું પ્રતિક માનવામાં આવે છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી શરૂ થતી આ પરિક્રમા હજારો ભક્તોને આધ્યાત્મિકતા અને અધ્યાત્મના માર્ગે જોડે…
 
								 
			 
			 
			 
			 
			 
			