ધોરાજીમાં ગૌસેવાની આડમાં જીવલેણ ધંધો! લાયસન્સ વિના માધવ ગૌશાળામાં કરોડોના ફટાકડાનો વેપાર, પ્રમુખનો ચોંકાવનારો સ્વીકાર – “ઘટના બને તો જવાબદારી અમારી!”
દિવાળી પૂર્વે ધોરાજીમાં વિસ્ફોટક સ્થિતિ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દિવાળીના તહેવારની ઉજવણી પહેલાં જ ગૌસેવાની આડમાં જીવલેણ વેપાર બહાર આવ્યો છે. ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલી માધવ ગૌશાળામાં છેલ્લા ઘણા દિવસોથી વિના લાયસન્સ કરોડો રૂપિયાના ફટાકડાનો ધંધો ચાલી રહ્યો છે.જે જગ્યાએ ગૌસેવાનો પવિત્ર કાર્ય થવું જોઈએ ત્યાં જ આગ અને વિસ્ફોટના સામાનની ગેરકાયદેસર હેરફેર થતી જોવા…